સરકારી હોસ્પિટલના દર્દીઓએ આંખે જોઈલી ઘટના, એક મિત્રએ ગુમાવ્યો જીવ
🎬 Watch Now: Feature Video
જામનગર મોરબીના કેબલ બ્રિજ પર 400થી વધુ લોકો ફરવા આવ્યા હતા. રવિવાર હતો એટલે મોરબીવાસીઓ કેબલ બ્રિજ પર ફરવા માટે આવ્યા હતા, કેબલ બ્રિજની ક્ષમતા કરતાં વધુ લોકો બ્રિજ પર હતા. જેને કારણે કેબલ બ્રિજ તૂટી પડ્યો હોવાનું એક પ્રાથમિક તારણ નીકળે છે. આ કેબિલ બ્રિજ તૂટી પડતા 134 લોકોના મોત થયા છે, જેમાં તો 56 બાળકો છે. અનેક લોકોને બચાવી લેવાયા છે. આ કરુણાતિકાથી મોરબીમાં માતમ છવાયો છે. મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો અનેક લોકોના મોત નિપજ્યા છે. જોકે અમુક ભાગ્ય શાળી લોકો હોસ્પિટલ સુધી પહોંચી શક્યા છે. જેમના અનેક લોકોએ આ ઘટના નજરે જોઈ છે. ETV Bharat સાથે વાત કરતા પીડિતોના મિત્રએ જણાવ્યું હતું કે ખૂબ કરૂણ ઘટના બની છે. અમે ત્રણ મિત્રો સાથે ઝૂલતા પુલ પર ગયા હતા. જેમાંથી બે મિત્રોની જાન બચાવીને નીકળ્યા છે. જ્યારે એક મિત્રનું મોત ત્યાં જ નીપજ્યું છે. જોકે આ મારા બંન્ને મિત્રોની પાણી પીય ગયા હતા. હાલ તેમની સ્થતિ સ્થિર છે. હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા તેમને સારવાર આપવામાં આવી રહી છે. Machhu Hanging Bridge Accident Cable Bridge over Machu River in Morbi Morbi Cable Bridge
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST