મત આપતો વિડિઓ વાયરલ કરનાર સામે નોંધાઇ ફરિયાદ - ગોધરા વિધાનસભા
🎬 Watch Now: Feature Video
પંચમહાલ વિધાનસભાની(Panchmahal assembly seat) બન્ને તબક્કાનું મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. ચૂંટણીપંચએ ચૂંટણી દરમ્યાન તમામ પ્રકારની ગાઈડલાઇન બહાર પાડવામાં આવે છે. અને નિર્ભય અને નિષ્પક્ષ તેમજ ગુપ્તતા પૂર્વક મતદાન થાય એવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે. પરંતુ પહેલા તબક્કા બાદ બીજા તબક્કામાં(Phase polling) પણ ગુપ્ત મતદાનને અમુક લોકો દવારા તેને પોતાના મોબાઈલમાં મત આપતો વિડિઓ કે ફોટો પાડી ને વાયરલ કરતા જોવા મળ્યા હતા .જેમાં ગોધરા વિધાનસભા (Godhra Assembly) વિસ્તારમાં પણ કોઈક મતદારોએ પોતે કોને મત આપે છે. તેવો વિડિઓ કરી વાયરલ કર્યો હતો. જેને લઈ ચૂંટણીની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા હતા. જેમાં ગોધરા ખાતે બુથ નંબર 168 ઉન્નતિ વિદ્યાલય ખાતે ફરજ બજાવતા પ્રિઓફિસર હેમંતકુમાર સબુરભાઈ ભોઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ઉપરોક્ત બુથપર મારી પ્રિઓફિસર તરીકેની કામગીરી હતી. જેમાં આબુથ પરના vv pat -m-3 અને જેનો સિરિયલ નંબર BVTEB13593_2018 નો કોઈ અજાણ્યા વ્યક્તિ પોતે મતદાન કરતો વિડિઓ બનાવી વાયરલ કર્યો હતો. જેને લઈ ગોધરા એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારના પોલીસ મથકે ચૂંટણીપંચના કાયદા અનુસાર કાર્યવાહી કરવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST