Surendranagar News : સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદ સાથે વીજળી પડવાથી 80 બકરીઓ સહિત એક યુવાનનું થયું મોત - Surendranagar in unseasonal rain
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર : હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ આગાહી કરવામા આવી છે. જેમાં હજૂ પણ બેથી ત્રણ દિવસ વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે. આજે બપોરે ધાંગધ્રા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. ભારે પવન તેમજ વીજળી સાથે વરસાદ શરૂ થયો હતો. કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તેમજ ખેડુતોને ઉનાળુ પાકને નુકસાનની શક્યતાને લઈ ચિંતા પ્રસરી જવા પામી છે.
80 બકરા સહિત યુવકનું થયું મોત ; માલધારી યુવક જસાપર ગામની સીમમાં પોતાના પશુઓ ચરાવતો હતો, તે દરમિયાન વીજળીના ચમકારા સાથે વરસાદ શરૂ થયો હતો. જેમાં ઝાડ નીચે બેઠેલ યુવક પર વીજળી પડતા યુવક સહિત તેના 80થી વધુ બકરાઓના મોત નીપજ્યા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મામલતદાર સહિતનાં અઘિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
પરિવારમાં માતમ છવાયો : ગુજરાત તાલુકાના વ્રજપર ગામના માલધરી યુવક પોતાનાં પશુ ચરાવતો હતો તે દરમિયાન વરસાદ સાથે વીજળી પડી હતી જેમા યુવક પર વીજળી પડતાં આસપાસના ખેતરના લોકો દોડી ગયા હતાં જ્યારે ઘટના સ્થળે જ યુવક સહિત 80 વધુ બકરાઓનાં મોત નિપજ્યા હતાં. યુવકનું મોત નીપજતાં માલધારી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.