Real 24-Carat Gold Plated Ice Cream: 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમની મજા માનતા સુરતીલાલાઓ... - 24 Karat Gold Icecream Worth INR 1000
🎬 Watch Now: Feature Video
સુરત: સુરતમાં ગરમીથી બચવા માટે લોકો આઈસ્ક્રીમ ગોલા સહિત અન્ય ઠંડી વસ્તુઓ ખાતા હોય છે. આઇસ્ક્રીમ પ્રેમીઓ માટે સુરતમાં એક ખાસ આઈસ્ક્રીમ આજે હોટ ફેવરેટ બની ગઈ છે. આ આઈસ્ક્રીમ સામાન્ય આઈસ્ક્રીમ કે ફ્લેવરમાં નથી. પરંતુ આઈસ્ક્રીમ જોતાં આંખ પલકારો મારવી ભૂલી જાય કારણ કે આઈસ્ક્રીમ 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ છે. આ ખાસ પ્રકારની આઇસ્ક્રીમની ઉપર 24 કેરેટ ગોલ્ડનો અર્ક લગાડવામાં આવે છે. આઈસ્ક્રીમ જે કોનમાં આપવામાં આવે છે તે પણ ખાસ પ્રકારના નાના ગોલ્ડબોલથી સજાવવામાં આવે છે. આ કોનની અંદર અલગ અલગ આઈસ્ક્રીમના ફ્લેવર હોય છે. જેમાં ગોલ્ડ ચોકલેટનો પણ સમાવેશ થાય છે. અંદર બ્રાઉની અને સજાવવા માટે ટોપિંગ હોય છે. અંદર ડ્રાયફ્રુટ ચોકો સીરપ સાથે ઉપર 24 કેરેટ ગોલ્ડ કવર કરવામાં આવે છે. ગરમીથી ત્રસ્ત સુરતીલાલાઓ પોતાના શહેરમાં મળી રહેલી સોનાની આઈસક્રીમની ફક્ત ચર્ચા જ નથી કરી રહ્યાં. સારો એવો ભાવ ચૂકવીને 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસક્રીમ ખાઇને સંતોષ પણ પામી રહ્યાં છે કે તેમના નાણાંની સોનેરી વેલ્યૂ થઇ રહી છે.