Karnataka Accident Video: બાઈક સ્લીપ થતાં ડિવાઈડર અને પછી વીજ પોલ સાથે અથડાઈ, ઘટના CCTVમાં કેદ - મેંગલુરુમાં બાઈક અકસ્માતનો ખતરનાક વીડિયો
🎬 Watch Now: Feature Video

કર્ણાટક: મેંગલુરુમાં બાઈક અકસ્માતનો ખતરનાક વીડિયો સામે આવ્યો છે. અદ્યારમાં નેશનલ હાઈવે પર બાઇક સ્લીપ થઈને ડિવાઈડર સાથે અથડાતાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. મૃતક વિદ્યાર્થીની ઓળખ મુહમ્મદ નશાત (21) તરીકે કરવામાં આવી છે. જે કેરળની વાલાચિલ શ્રીનિવાસ કોલેજનો એન્જિનિયરિંગ વિદ્યાર્થી હતો. ઘટના બુધવારે સવારે 11.40 વાગ્યાની છે. કહેવાય છે કે નશાત ખૂબ જ ઝડપે બાઇક ચલાવી રહ્યો હતો. આ દરમિયાન તેની બાઇક બેકાબુ થઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેના કારણે તે કૂદીને વીજ પોલ સાથે અથડાઈ હતી. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે નશાતનું માથું કપાઈ ગયું. અકસ્માતના આ ભયાનક દ્રશ્યો સીસીટીવી ફુટેજમાં કેદ થયા હતા.