Ganesh Visarjan 2023: 20 કૃત્રિમ તળાવ અને ચાપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરત શહેરમાં ગણેશજીની વિદાય શરૂ - Visarjan 2023
🎬 Watch Now: Feature Video
Published : Sep 28, 2023, 11:59 AM IST
સુરત: દસ દિવસ શ્રીજીની પૂજા અર્ચના કરવા બાદ આજે ગણેશ ભક્તો ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા માટે શહેરના અલગ અલગ કૃત્રિમ તળાવ પર પહોંચી ગયા હતા.
અનેક જગ્યાએ સવારે 03:00 વાગ્યે જ વિસર્જન કરવા માટે ભક્તો નીકળી ગયા હતા. જેથી વિસર્જનની પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ થાય. સુરત શહેરની વાત કરવામાં આવે તો અહીં આ વખતે 80 હજારથી પણ વધુ ગણેશજીની પ્રતિમા ભાવિભક્તો સ્થાપિત કરી હતી. આજે દસમા દિવસે આશરે 60 હજારથી પણ વધુ ગણેશજીની પ્રતિમા વિસર્જિત કરવામાં આવશે. પર્યાવરણની જાળવણી માટે આ વખતે હજીરા ખાતે મોટી મૂર્તિ વિસર્જિત કરવામાં આવશે. જ્યારે નાની મૂર્તિ માટે સુરત શહેરમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. જોઈન્ટ પોલીસ કમિશનર ડી કે ડામોરે જણાવ્યું હતું કે, "ભક્તિભાવ અને શાંતિપૂર્વક વિસર્જન પૂર્ણ થાય આ માટે પોલીસ બંદોબસ્ત દરેક જગ્યાએ ગોઠવી દેવામાં આવ્યા છે. ખાસ કરીને વિસ્તારોમાં એસઆરપી સહિત આરએએફની કંપની તૈનાત કરવામાં આવી છે."