કીમ ગામે ભેજાબાજ ટોળકીએ 15 હજારની કરી ચોરી
સુરત: જિલ્લામાં જેમ જેમ ઠંડી વધી રહી છે તેમ તેમ તસ્કરો(15000 was stolen by a gang ) પણ સક્રિય થઈ ગયા છે, સુરત જિલ્લામાં તસ્કરો એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસને પણ પડકાર ફેંકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે,ત્યારે ઓલપાડના કીમ ગામે એક કાર ચાલક ચોર ટોળકીનો શિકાર બન્યો હતો.ભેજાબાજ ચોર ટોળકીએ એક ઈસમે પહેલા કારની રેકી કરી હતી(gang of thieves in Keem village) અને કાર ચાલકને ઈશારો કરી કારમાં તમારા રૂપિયા નીચે પડી ગયા છે તેમ કહ્યું હતું જેથી કાર ચાલક કારનો દરવાજો ખુલ્લો મૂકી નીચે ચેક કરવા ઉતરતા અન્ય એક ઇસમ બીજો દરવાજો ખોલી કારમાં રહેલ પર્સ લઈ ફરા થઈ ગયો હતો. પર્સમાં 15 હજાર રોકડા અને જરૂરી ડોક્યુમેન્ટ હોવાનું યુવાને જણાવ્યું હતું. ત્યારે ભેજાબાજ ચોર ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST