લૂણાવાડાના સુતારી ગામમાં શતાયુ મતદારે અન્યોમાં દાખલો બેસાડ્યો,જૂઓ શું કહ્યું - શતાયુ મતદારે અન્યોમાં દાખલો બેસાડ્યો
🎬 Watch Now: Feature Video

ગુજરાત વિધાનસભા ચૂંટણીના Gujarat Assembly Election 2022 બીજા તબક્કામાં શતાયુ મતદારો Shatayu voters in the second phase ઘણાં માટે પ્રેરક બની રહ્યાં છે. મહીસાગર જિલ્લાની સૌથી વધુ વયોવૃદ્ધ મહિલા Shatayu voters in Mahisagar એ લાકડીના સહારે આવી મતદાન કર્યુ છે. લૂણાવાડા તાલુકાના સુતારી ગામે વયોવૃદ્ધ મહિલાએ બુથ ઉપર આવીને મતદાન કર્યું હતું. 104 વર્ષની ઉંમર ધરાવતા કિશોરબા સોલંકીએ 104 Old Age Voter Kishorba Solanki પૌત્રનો સહારો લઈ મતદાન મથકે વોટ આપવા આવ્યા હતાં અને મતદાન કર્યુ હતું. ઈટીવી સંવાદદાતાએ કિશોરબા સાથે વાત કરતા તેમણે કહ્યું વિડીયો પછી બનાવજો પહેલા મતદાન કરી આવજો. હું આ ઉંમરે પણ લાકડીના ટેકે મતદાન કરવા આવું છું અને મારો હક નિભાવું છું. કિશોરબાએ ઉત્સાહભેર મતદાન કરી અન્ય મતદારોને પ્રેરણા રૂપ બન્યાં હતાં.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST