Sabarkantha News: પાંચ જિલ્લાનો જીવાદોરી સમાન ધરોઈ જળાશય 100 ટકા ભરાયો - Dharoi Dam Sabarkantha
🎬 Watch Now: Feature Video
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Oct 13, 2023, 12:47 PM IST
સાબરકાંઠા: ઉત્તર ગુજરાતના જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં સો ટકા સિંચાઈ તેમજ પીવાના પાણીના પ્રશ્નોનો હલ થશે. ઉપરવાસમાં સારા વરસાદને કારણે હાલ ધરોઈ ડેમની જળ સપાટી 622 ફૂટે પહોંચી છે. ધરોઈ ડેમ ની જળ સપાટી 622 ની સામે ડેમ સંપૂર્ણપણે ભરાતા સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ સહિતના જિલ્લામાં સિંચાઈ તેમજ પીવાના પાણીના પ્રશ્નોનું હલ થશે. ચોમાસાની ઋતુમાં સ્થાન સહિત ઉપરવાસમાં સારા વરસાદને કારણે એવી આવકમાં વધારો નોંધાયો હતો. જ્યારે ઉત્તર ગુજરાત જેવા દોરી સમાન ધરોઈ ડેમની જળ સપાટી 622 ફૂટે પહોંચતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. શિયાળુ તેમજ ઉનાળુ પાકમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતો પાણીનો જળ સ્ત્રોત પણ મળી રહેશે. ત્યારે મહત્વની વાત એ છે કે હાલ ડેમમાં 600 કયુસેક જેટલા પાણીની આવક નોંધાઈ રહી છે. હાલ લાંબા સમય બાદ દરરોજ જળાશય 622 ft ની જળ સપાટીએ પહોંચતા તંત્ર સહિત ખેડૂતોમાં પણ પાણીના પડતર પ્રશ્નો મુદ્દે હાશકારો અનુભવી રહ્યું છે.