Missing girl in Ahmedabad: અમરાઈવાડીમાં શ્રમિક પરિવારની દોઢ વર્ષની બાળકી ગુમ - ખોખરા અનુપમ બ્રિજ
🎬 Watch Now: Feature Video
અમદાવાદમાં બાળકો ગુમ થાવના(Missing girl in Ahmedabad) કિસ્સા વધી રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં દોઢ વર્ષની બાળકી ગુમ થઈ હોવાની ધટના બની છે. ખોખરા અનુપમ બ્રિજ (Khokhra Anupam Bridge)પાસે આવેલા સલાટનગરમાં ફૂટપાથ પર વસવાટ (Ahmedabad Crime Branch )કરતા શ્રમજીવી પરિવારની બાળકી રાતના સમયે ગુમ થઈ જતા પોલીસ( Ahmedabad Amraiwadi Police)ફરિયાદ નોંધાઈ છે. પરિવાર બાળકી સાથે રોડ પર સુઈ રહ્યું હતું, જ્યાં વહેલી સવારે તપાસમાં દોઢ વર્ષીય બાળકી મળી ન આવતા આસપાસ તપાસ કરી હતી. જોકે બાળકીનો પત્તો ન લાગતા અમરાઈવાડી પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મામલે આસપાસનાં CCTV ફુટેજ ચકાસી બાળકીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક રીતે માલુમ પડ્યું છે કે બાળકીને કોઈ અપહરણ કરીને લઈ ગયું છે ત્યારે આ તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ છે. ત્યારે પોલીસે CCTV ના આધારે તપાસ શરૂ કરી છે.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST