હવે યુક્રેનના જંગલોમાં ભીષણ આગ, જુઓ વીડિયો... - યુક્રેનના રાષ્ટ્રપતિ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7951036-53-7951036-1594260760857.jpg)
યુક્રેન: લુહાન્સ્ક ક્ષેત્રના જંગલ વિસ્તારમાં આગને કારણે ઘણા મકાનો બળીને ખાખ થઈ ગયા હતાં અને ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. આ આગ 6 જુલાઈના રોજ લાગી હતી, ત્યારબાદ આગને કાબૂમાં લેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. સ્મોલીનીનોવા ગામમાં 23 મકાનો બળી ગયા હતા. તેમજ 36 મકાનોને નુકસાન થયું હતું. આ ઉપરાંત આ આગને કારણે પાંચ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગુમ છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ મંગળવારે સ્મોલીનીનોવા ગામની મુલાકાત લીધી હતી.