#JallianwalaBaghCentenary: ભારતીય ઈતિહાસના કાળા દિવસની દર્દભરી દાસ્તાન
દેશની આઝાદીના ઈતિહાસમાં 13 એપ્રિલ, 1919ના દિવસ એક દુઃખદ અને કાળો દિવસ તરીકે નોંધાયેલો છે. આ ઘટનાને આજે 100 વર્ષ પૂર્ણ થયા છે. આ નરસંહાર ભારતીય સ્વતંત્રતા સંઘર્ષના ઇતિહાસનું એક કાળું પ્રકરણ છે. 13 એપ્રિલ 1919ના દિવસે વૈશાખીનો તહેવાર હતો. આ દિવસે અમૃતસરના જલિયાંવાલા બાગમાં એક સભા રાખવામાં આવી હતી. જેમાં કેટલાક નેતાઓ ભાષણ આપવાના હતા. આમ, તો અમૃતસરમાં કર્ફ્યૂ લાગેલું હતું, તો પણ સભામાં હજારો લોકો આવ્યા હતા અને જલિયાંવાલા બાગમાં પહોંચી ગયા હતા.