મોંઘવારી મુદ્દે મહિલાનો સ્મૃતિ ઈરાનીને પ્રશ્ન, જવાબ મળ્યો- "વેક્સિનના 1.83 ડોઝ આપ્યા" - મોંઘવારી મુદ્દે વિપક્ષ
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હીઃ મોંઘવારી મુદ્દે વિપક્ષ કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહ્યો છે. પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી બાદ પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવમાં સતત વધારો થયો છે. તેની અસર અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવ પર પણ પડી છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા નેટ્ટા ડિસોઝા (Netta DSouza) પ્રવાસ દરમિયાન કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની (Price Hike question To Smriti Irani) સાથે સામસામે આવી ગયા હતા. આ સમગ્ર ઘટના દિલ્હી-ગુવાહાટી ફ્લાઇટમાં પ્રવાસ દરમિયાન બની હતી. જેમાં નેટ્ટા ડિસોઝા તેલની વધતી કિંમતો અંગે કેન્દ્રીય પ્રધાનને સવાલ કરતા જોવા મળ્યા હતા. ડિસોઝાએ આ ઘટનાનો વીડિયો ટ્વીટ કર્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST