Junagadh Rain News: હવામાન વિભાગની આગાહી અનુસાર જૂનાગઢમાં ભારે વરસાદ પડ્યો - આગાહી
🎬 Watch Now: Feature Video


Published : Oct 13, 2023, 7:34 PM IST
જૂનાગઢઃ શહેરમાં આજે અચાનક સાંજના પાંચ વાગ્યાની આસપાસ વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. શરુઆતમાં પવનની આંધી અને ત્યારબાદ વીજળીના કડાકા થયા હતા. આ દરમિયાન વરસાદ પણ શરુ થઈ ગયો હતો. જૂનાગઢ શહેરમાં માત્ર અડધો કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું હતું.
હવામાન વિભાગની આગાહી સાચી પડીઃ હવામાન વિભાગે પણ જૂનાગઢ પંથકમાં બે ત્રણ દિવસ વરસાદની આગાહી કરી હતી. ભારે વરસાદને પરિણામે શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સમગ્ર વાતાવરણ આહલાદક થઈ ગયું છે જ્યારે બીજી તરફ ખેડૂતો પોતાના પાકનુકસાનને લઈ ચિંતીત છે. ગરબા આયોજકોને પણ વરસાદ વિઘ્ન બનીને નડ્યો છે.