Cyclone Biparjoy Landfall Impact : ઉપલેટાની કેનાલમાં સાફ સફાઈ ન થતા ખેતરોમાં પાણી ઘૂસ્યા, વાવેતર પાકોને નુકસાન
🎬 Watch Now: Feature Video
રાજકોટ : હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે બેથી ત્રણ દિવસથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. આ બે દિવસમાં પડેલા ભારે વરસાદને લઈ ખેતરોમાં ઠેર-ઠેર પાણી ભરાયા ગયા છે. ઉપલેટાના પોરબંદર રોડ સ્થિત જલારામ મંદિર પાસે આવેલા મોજ ડેમની મૂરખડાની કેનાલમાં પાણી આવતા કેનાલના પાણી ખેડૂતોના ખેતરોમાં ઘૂસી જવા પામ્યા હતા.
તંત્ર દ્વારા આ કેનાલની યોગ્ય જાળવણી નહી કરવામાં આવી તેમજ કચરો યોગ્ય અને સમયસર રીતે સાફ નહીં કરાતા કેનાલમાંથી ચોમાસાનું જે પાણી પસાર થાય છે. તે પાણી પસાર ન થઈ શકતા વરસાદનું પાણી કેનાલમાંથી બહાર આવી અને ખેતરમાં પરિવર્તતા નુકસાની વેઠવાનો વારો આવે છે. જેને લઈને સરકાર અને જવાબદાર તંત્ર યોગ્ય કાર્યવાહી કરે અને સરકાર વળતર આપે તેવી માંગ કરી છે. - ભાવેશ ચંદ્રવાડીયા (ખેડૂત)
સાફ સફાઈનો અભાવ : આ અંગે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ મોજ ડેમની કેનાલમાં તંત્ર દ્વારા ક્યારેય સાફ સફાઈ ન થયા હોવાથી કચરા ભરાઈ જતા કેનાલ બ્લોક થઈ હતી. જેને લઈ કેનાલના પાણી ઘણા વિઘામાં ફરી વળતા ખેડૂતોને પારાવાર નુકસાની થઈ છે. હાલ ખેડૂતોએ પોતાના ખેતરોમાં કપાસ, મગફળી, એરંડા જેવા વાવેતર કરેલા હોય જે તમામ મોલમાં કેનાલના પાણી ફરી વળ્યાં છે. જેના લીધે મોલ સદંતર નિષ્ફળ જવાનું જણાવાઇ રહ્યું છે.