PM Modi visits Gujarat : યુપી ઉતરાખંડના લોકોએ વડાપ્રધાનના વિકાસના કામોને આવકાર્યો છે : જીતુ વાઘાણી - પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણી
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : ઘણા સમય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં (PM Modi visits Gujarat) આગમ થયું છે. ત્યારે પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણી જણાવ્યું કે, રાજ્યની જનતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, પ્રતિનિધિઓ તેમને આવકારવા માટે થનગની રહ્યા છે. ગઈ કાલે જે પ્રકારે 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો આવ્યા છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi's Road Show) વિકાસના કામોને સ્વીકૃતિ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતને વિશ્વગુરુના સ્થાને લઇ જવા માટે અથાક મહેનત કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીના હસ્તે ખેલ મહાકુંભનો શુભારંભ (Launch of Khel Mahakumbh) થશે. આ ઉપરાંત વડાપ્રધાન અને ગૃહપ્રધાન અમિત શાહ બંને લોકો ગુજરાતમાં આવી રહ્યા હોવાથી કાર્યકર્તાઓ તેમજ રાજ્યની જનતામાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST