તંત્રની કામગીરી સામે મહિલાઓ બની રણચંડી - જેતપુર નગરપાલિકા સામે મહિલાઓનો રોષ
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ જેતપુરમાં અંદાજે 12 વર્ષથી ઉછેર કરેલા વૃક્ષને તંત્રએ કાપી (Trees were cut in the vast garden) નાખતા સ્થાનિક મહિલાઓ રોષે (Women anger against Jetpur Municipality) ભરાઈ હતી. તંત્રની આ કામગીરી સામે મહિલાઓએ ધરણાં કર્યા હતા. પ્રકૃતિ પ્રેમી અને સ્થાનિક મહિલાઓએ તંત્ર સામે બાંયો ચડાવતાં તંત્રની કામગીરીના વિરોધમાં જેતપુરના મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. મહિલાઓએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, વિશાલ વાટિકા સોસાયટીમાં સામસામે રસ્તો ન મળતો હોવા છતાં તેમની સોસાયટીની ફોલ્ડીંગ દિવાલ પાછળ 12 વર્ષથી વાવેલ અને ઉછેર કરેલા વૃક્ષોનો મંજૂરી વગર જેતપુર નગરપાલિકા તંત્રના વાહને (Trees were cut in the vast garden) નાશ કર્યો છે. એટલે તેમણે તંત્ર સામે ધરણા કર્યા હતા. સાથે જ મહિલાઓએ જવાબદાર સામે ગુનો દાખલ કરવામાં આવે તેવી માગ કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST