શ્રાવણના બીજા સોમવારે કરો સોમનાથ મહાદેવ દાદાની મહાઆરતીના દર્શન - સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ
🎬 Watch Now: Feature Video
આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરમાં આજે રામેશ્વર મહાદેવની વહેલી સવારની પ્રથમ આરતી (Mahaarti at Somnath Mahadev Temple) કરવામાં આવી હતી. આરતીના દ્રશ્ય ખૂબ જ ધાર્મિક આસ્થા અને વિશ્વાસને વધુ પ્રબળ બનાવી રહ્યા હતા. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવની આરતીનું વિશેષ મહત્વ (Special significance of Aarti of Somnath Mahadev) હોય છે, પરંતુ શ્રાવણ મહિનાના સોમવારે થતી મહાદેવની આરતી (Mahaarti at Somnath Mahadev Temple) વધુ પ્રભાવશાળી માનવામાં આવે છે. આના કારણે જ સોમવારની સોમનાથ મહાદેવની આરતીનું વિશેષ ધાર્મિક મહત્વ પણ જોવા મળે છે અને બીજા સોમવારે સોમેશ્વર મહાદેવને મહાઆરતી (Mahaarti at Somnath Mahadev Temple) અર્પણ કરવામાં આવી હતી, જેના દર્શન કરીને શિવભક્તોએ ધન્યતા પ્રાપ્ત (Crowd of devotees at Somnath Mahadev Temple) કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST