Elections Results of Five State Discussion : પાંચેય રાજ્યોના ચૂંટણી પરિણામોને લઇ રાજકીય નિષ્ણાત સાથે વિશેષ ચર્ચા - 5 રાજ્યોના ચૂંટણીઓના પરિણામો 2022

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 11, 2022, 8:33 PM IST

Updated : Feb 3, 2023, 8:19 PM IST

5 રાજ્યોની ચૂંટણીઓના પરિણામો વચ્ચે હાર અને જીતના વિવિધ કારણોની તપાસમાં રાજકીય પંડિતો (Elections Results of Five State Discussion )લાગી ગયાં છે. અમદાવાદથી ઈટીવી ભારતના સ્ટૂડિયોથી જીવંત પ્રસારણમાં વરિષ્ઠ પત્રકાર અને રાજકીય નિષ્ણાત જયવંતભાઈ પંડ્યા (Journalist Jayvant Pandya )ઉપસ્થિત રહ્યાં હતાં. જૂઓ તેમણે કરેલી વિલક્ષણ ( Five State Elections Results 2022 ) સમીક્ષા.10 માર્ચ 2022નો દિવસ ભારતના પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામનો દિવસ હતો. સાંજ ઢળતાં સુધીમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ,મણિપુર, ગોવા અને પંજાબ વિધાનસભામાં નવી સરકાર કયા પક્ષની હશે તેનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું હતું. ત્યારે ઈટીવી ભારતના અમદાવાદ બ્યૂરોના સ્ટૂડિયોમાં વરિષ્ઠ પત્રકાર જયવંતભાઈ પંડ્યાએ સંવાદદાતા પારુલ રાવલ સાથે પરિણામોને લઇને વિશેષ પાસાં ઉજાગર કર્યાં હતાં.તમામ રાજ્યોમાં ભાજપ, કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોએ ખુરશી મેળવવા તમામ પ્રકારના પ્રયત્નો કરી લીધાં હતાં. જેમાં જનતા જનાર્દને જનાદેશ આપ્યો હતો. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ,મણિપુર અને ગોવામાં ભાજપ સરકાર બનાવશે તે નિશ્ચિત થઇ ગયું છે. જ્યારે પંજાબમાં આપે ઝાડુથી કોંગ્રેસનો સફાયો કરી સત્તાના સૂત્રો સંભાળવાની તક મેળવી લીધી છે. દેશના રાજકારણમાં આમ આદમી પાર્ટી દિલ્હીની યુનિયન ટેરેટરીમાં રાજ કરતી પાર્ટી હવે પંજાબ જેવા સમૃદ્ધ રાજ્યમાં સત્તાની બાગડોર મેળવી રહી છે. ગોવામાં અપક્ષના ટેકા સાથે પણ ભાજપની સરકારનું આવવું લગભગ નક્કી છે. ત્યારે આવો નિહાળીએ ચૂંટણી પરિણામોની લાઈવ વિશેષ ચર્ચાના કેટલાક અંશ.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.