Deesa Civil Hospital: ડીસા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોનો અનોખો વિરોધ, સારવાર આપી રહેલી ડોક્ટરોને આપી બંગડી
🎬 Watch Now: Feature Video
રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી ડોક્ટરોની હડતાલ ચાલી છે, જેમાં રાજ્યના વર્ગ-1 અને વર્ગ-2ના તમામ ડોક્ટરો જોડાયા છે. આ છતાં સરકારી હોસ્પિટલમાં અનેક ડોક્ટર પોતાની ફરજ પર હાજર રહી દર્દીઓની સારવાર કરતાં હોય છે. જે મામલે ડોક્ટર અશોસીયેશન ઉગ્ર દેખાયું. આમાં ખાસ કરીને સમગ્ર ગુજરાતભરમાં તમામ ડોક્ટરોએ પોતાની માંગણીઓ પૂર્ણ કરવા માટે સરકાર સામે આંદોલન શરૂ કર્યું છે. આ તમામ ડોક્ટરો હાલ હડતાલ પર ઉતરી ગયા છે, ત્યારે ડીસા સિવિલ હોસ્પિટલમાં પણ હાલમાં ચાલી રહેલી હડતાલના પગલે દર્દીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. જેના કારણે ક્યાંકને ક્યાંક ડોક્ટરો હડતાળ છોડી અને દર્દીઓની સારવાર માટે આવ્યા હતા. પરંતુ આજે બનાસકાંઠા જિલ્લા ડોક્ટર એસોસિએશન ડીસાની સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યું હતું. આ તમામ ડોક્ટરો તેમની ફરજ પર હાજર થયા તેની સામે ડોક્ટર એસોસિએશનએ વિરોધ દર્શાવ્યો હતો. આ દરમિયાન ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે હાલમાં સમગ્ર ગુજરાતમાં વિરોધ ઉગ્ર બનતો જાય છે. તે ડીસા સિવિલ હોસ્પિટલમાં પણ જોવા મળ્યો હતો. સમગ્ર ગુજરાતભરમાં જે પ્રમાણે ડોક્ટરો હડતાળ પર ઉતરી રહ્યા છે, તેના કારણે હાલમાં ડોક્ટરનો વિરોધ દિવસેને દિવસે ઉગ્ર બનતો જાય છે. આજે ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર કરતાં ડોક્ટરોને બંગડી આપી અનોખો વિરોધ કરવામાં આવ્યો. ડોક્ટર એસોસિએશનની માંગણી છે કે, જ્યારે રાજ્યમાં તમામ ડોક્ટરો પોતાની પડતર માંગણીઓ મામલે હડતાલ પર હોય ત્યારે તેમની હડતાલને વધુ સમર્થન આપવા માટે જે ડોક્ટરો સારવાર આપી રહ્યા છે તેમને બંગડીનું પ્રતીક આપવામાં આવ્યું છે. આ હડતાલમાં વધુ સહયોગ આપવા માટે સૂચન કરવામાં આવ્યું છે. આ પ્રતિક રૂપે બંગડી આપતા સારવાર કરી રહેલા ડોક્ટરોએ પણ OPD બંધ કરી હતી. આવી રીતે રાજ્યમાં ચાલી રહેલા આંદોલનને સમર્થન આપ્યું હતું. જેના કારણે દર્દીઓની હાલત કફોડી બની છે. એક તરફ ડોક્ટરો હડતાળ પર છે જ્યારે બીજી તરફ સારવાર ન મળતા સરકારી હોસ્પિટલમાં આવેલા દર્દીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST