રક્ષાબંધનના દિવસે યોજાઇ ભૂદેવોની યજ્ઞોપવિત સંસ્કાર વિધિ - Rakshabandhan
🎬 Watch Now: Feature Video
વાપીમાં આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ સંસ્થા ખાતે ભૂદેવો દ્વારા યજ્ઞોપવિત સંસ્કાર વિધિ અને તેજસ્વી તારલાઓ, સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 50થી વધુ ભુદેવોએ જનોઈ બદલી હતી. આ અંગે શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજના ભદ્રેશ પંડ્યાએ વિગતો આપી હતી કે, રક્ષાબંધન પર્વના દિવસે ભૂદેવો પોતાની જનોઈ બદલે છે. યજ્ઞોપવિત સંસ્કાર વિધિ એ સનાતન ધર્મના 16 સંસ્કાર પૈકીનો એક મહત્વનો સંસ્કાર છે.