ETV Bharat / state

17 બેંકમાં 55 એકાઉન્ટ ખોલાવીને 1.35 કરોડની છેતરપિંડી, ભુજમાંથી ઝડપાયા બે રાજસ્થાની વ્યક્તિ - KUTCH CYBER CRIME

આર્થિક ફાયદા માટે અલગ અલગ બેંકોમાં એકાઉન્ટ ખોલાવીને અલગ અલગ આધાર કાર્ડ, પાન કાર્ડનો ઉપયોગ કરી ઓનલાઈન સાયબર ક્રાઇમ કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

ભુજમાંથી ઝડપાયા બે રાજસ્થાની વ્યક્તિ
ભુજમાંથી ઝડપાયા બે રાજસ્થાની વ્યક્તિ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 2, 2025, 5:58 PM IST

કચ્છ: ભુજમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે 1.35 કરોડનો સાયબર ક્રાઇમ કરતા બે ગુનેગારોને ઝડપી પાડયા છે. પોતાના આર્થિક ફાયદા માટે અલગ અલગ બેંકોમાં બેંક એકાઉન્ટ ખોલાવીને અલગ અલગ આધાર કાર્ડ, પાન કાર્ડનો ઉપયોગ કરી ઓનલાઈન સાયબર ક્રાઇમ કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. તો અલગ અલગ 10 રાજ્યોમાં ઓનલાઇન સાયબર ક્રાઇમનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. જેમાં ખોટા દસ્તાવેજો ઊભા કરી લોકોને છેતરવામાં આવતા હતા. આ આરોપીઓની મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે.

ભુજમાંથી ઝડપાયા બે રાજસ્થાની વ્યક્તિ (ETV Bharat Gujarat)

રાજસ્થાની વ્યકિતઓ છેલ્લા 1.5 મહિનાથી ખોટા બેન્ક ખાતા ખોલાવી કરતા હતા છેતરપિંડી
પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્યના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમાને ખાનગી બાતમી મળી હતી કે, મુળ રાજસ્થાનના શખ્સો ભેગા મળી વ્યકિતઓના ખોટા એડ્રેસના નામે આધાર કાર્ડ તથા પાનકાર્ડ બનાવી તે તમામ આધાર કાર્ડ તથા પાનકાર્ડનો ઉપયોગ કરીને બનાવટી એડ્રેસ, ખોટા લાઈટ બિલ તથા દુકાનમાં પાર્ટનરશીપની ખોટી નોટરી બતાવીને અલગ- અલગ બેંકમાં કરન્ટ તથા સેવિંગ ખાતા ખોલાવ્યા હતા.

ભુજમાંથી ઝડપાયા બે રાજસ્થાની વ્યક્તિ
ભુજમાંથી ઝડપાયા બે રાજસ્થાની વ્યક્તિ (ETV Bharat Gujarat)

રાજસ્થાની વ્યકિતઓ ભુજમાં રહીને કરતા હતા છેતરપિંડી
આ ઉપરાંત આ બેંક ખાતાઓનો ઉપયોગ અલગ-અલગ રાજયના લોકો સાથે નાણાકીય છેતરપીંડી માટે કરવામાં આવતો હતો. આ રાજસ્થાની વ્યકિતઓ ભુજમાં મુંદ્રા રોડ પર આવેલી ભાનુશાલી નગરમાં આવેલા હરી રત્ન બિલ્ડીંગ ફલેટ નં- 203 માં રહેતા હતા. જેથી બાતમીના આધારે તપાસમાં શિશપાલ ઉર્ફે સુભાષ બાબુરામ ધનારામ તથા ગોવિંદરામ ઉર્ફે ગોવર્ધનરામ મુન્નારામ કુલારામ બિશ્નોઈ હાજર મળી આવ્યા હતા.

આરોપીઓ પાસેથી વિવિધ નકલી દસ્તાવેજો મળી આવ્યા
પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે તેમના રૂમની તપાસ કરતા આ રૂમમાંથી 16 આધાર કાર્ડ, 13 પાનકાર્ડ, અલગ- અલગ બેંકોની 26 પાસબુકો, અલગ- અલગ બેંકોની 47 ચેક બુકો, અલગ- અલગ બેંકના 42 એ.ટી.એમ. કાર્ડ, દુકાનનોના નોટરી કરેલા દસ્તાવેજો, લાઈટ બીલો, અલગ- અલગ મોબાઈલ ફોન, એક લેપટોપ તથા પેનડ્રાઈવ મળી આવી હતી. જેથી આ હાજર મળી આવેલ બન્ને શખ્સો યુકિત પ્રયુકિતથી વિશ્વાસમાં લઈ લોકો સાથે છેતરપિંડી કરતા હતા.

તમામ ડોકયુમેન્ટનો ઉપયોગ કરી અલગ- અલગ બેંકમાં કરન્ટ તથા સેવિંગ ખાતા ખોલાવ્યા
ઝડપાયેલ બન્ને શખ્સોની પુછપરછમાં તેમણે જણાવ્યું હતું કે, આ ફલેટમાં તેઓ અંદાજે દોઢેક મહિનાથી ભાડેથી રહેતા હતા અને આ મળી આવેલા આધાર કાર્ડ, તેઓ વ્યકિતઓના ખોટા એડ્રેસના નામે આધાર કાર્ડ તથા પાનકાર્ડ બનાવી તે તમામ આધાર કાર્ડ તથા પાનકાર્ડનો ઉપયોગ બેંકમાં ખોટા ખાતા ખોલાવવા માટે કરતા હતા અને ખોટા નામે દુકાનોના બનાવટી એડ્રેસ ઉભા કરી તેના નામે બેંક એકાઉન્ટ ખોલાવીને અલગ- અલગ બેંકમાં કરન્ટ તથા સેવિંગ ખાતા ખોલાવ્યા હતા.

બન્ને આરોપીઓની ધરપકડ કરી ગુનો નોંધાવામાં આવ્યો
આ બેંક ખાતાઓનો ઉપયોગ અલગ- અલગ રાજયના લોકો સાથે નાણાકીય છેતરપીંડી કરીને રૂપિયા જમા કરાવવા માટે કરવામાં આવતો હતો અને આ ખાતામાં જમા થતા રૂપિયા ચેકથી ઉપાડી આંગડિયા પેઢીમાં જઈ આંગડિયાથી રૂપિયા રાજસ્થાન મોકલતા હોવાની કબુલાત કરી હતી. જેથી બન્ને શખ્સો પાસેથી મુદામાલ કબ્જે કરી બન્ને શખ્સો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 319(2), 336(2), 336(3), 340(2), 61(2), 3(5) તથા ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એકટ સને 2008 ની કલમ 66(ડી) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

1 આરોપી વિરુદ્ધ 9 જેટલા ગુના નોંધાયેલ
પશ્ચિમ કચ્છ એલસીબીએ ઝડપેલ રાજસ્થાનના શિશપાલ ઉર્ફે સુભાષ બાબુરામ ધનારામ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં તેની વિરુદ્ધ રાજસ્થાનના વિવિધ પોલીસ સ્ટેશનમાં 9 જેટલા ગુનાઓ નોંધાયેલ છે. તો પોલીસે તેના સાથીદાર ગોવિંદરામ ઉર્ફે ગોવર્ધનરામ મુન્નારામ કુલારામ બિશ્નોઈની પણ ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

અલગ અલગ 10 રાજ્યોમાં 11 ફરીયાદો
મુદ્દામાલ કબજે કર્યા બાદ મળી આવેલા બેંક એકાઉન્ટોના આધારે નેશનલ સાયબર ક્રાઇમ રીપોટીંગ પોર્ટલ ઉપર ચેક કરતા 4 બેંક એકાઉન્ટ ખાતા ઉપર અલગ અલગ 10 રાજ્યોમાં 11 ફરીયાદો થયેલી હોવાનું જણાઇ આવ્યું છે. જેમાં આ 4 બેંક એકાઉન્ટમાં કુલ 21,81,495 રૂપિયા છે. જે અલગ અલગ સાયબર ફ્રોડ જેમ કે સાયબર એરેસ્ટ, કે.વાય.સી. ફ્રોડ, ઓનલાઇન જોબ ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, યુ.પી.આઇ. ફ્રોડના રૂપિયા આરોપીના ખાતામાં સીધા જ જમાં કરવામાં આવ્યા છે. તેમજ ઓડિશા અને તેલંગણા રાજ્યમાં પણ એફ.આઇ.આર. રજીસ્ટર કરવામાં આવી છે.

17 જેટલી બેંકોમાં 55 જેટલા ખાતાઓ ખોલાવવામાં આવ્યા
સામાન્ય લોકોને બેન્કમાં ખાતા ખોલવા માટે બેંકમાં ખુબ જ સમય લાગતો હોય છે તેમજ બેંકમાં ખાતા ખોલવા માટે પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેતી હોય છે, જ્યારે છેલ્લા 2 માસમાં બંને આરોપીઓ દ્વારા ખોટા દસ્તાવેજ આપી 17 જેટલી બેંકોમાં 55 જેટલા ખાતાઓ ખોલાવવામાં આવ્યા છે. જે ખાતાઓ બેંક દ્વારા તમામ પ્રકારની ગાઇડ લાઇન ફોલો કરીને ખોલેલ છે કે કેમ તે બાબતે તામામ બેંક મેનેજર તથા ખાતા ખોલનાર કર્મચારીની પણ તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો:

  1. પાણીમાં ફસાયેલા કર્મચારીઓનું આધુનિક ટેક્નોલોજીથી રેસક્યુ, જુઓ દિલધડક દ્રશ્યો
  2. વાવમાં 8 મહિનાથી કોલ સેન્ટર ચલાવતા 16 લોકોની અટકાયત, વાવ કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.