મહિલાઓ સ્વનિર્ભરતા અને આત્મરક્ષણ માટે સતત જાગૃત: MP વિનોદ ચાવડા - મોરબીમાં નારી સંમેલન અને કાયદાકીય જાગૃતિ શિબિર
🎬 Watch Now: Feature Video
મોરબીઃ ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર મોરબીના સંયુક્ત ઉપક્રમે મોરબી નગરપાલિકા ટાઉનહોલ ખાતે બંધારણ દિવસ અને મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે નારી સંમેલન અને કાયદાકીય જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી. આ નારી સંમેલનમાં સાંસદ વિનોદ ચાવડા અને પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. નારી સંમેલનમાં સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, સમયાંતરે આવી શિબિર અને મહિલા સંમેલન થકી મહિલાઓ સ્વનિર્ભર બને, રક્ષણ માટે જાગૃત બને અને સરકારની યોજનાઓની જાણકારી મેળવી તે યોજનાનો લાભ લે તે જ આ સરકારનો ઉદ્દેશ છે. માતાના ગર્ભમાં બાળક હોય ત્યારથી લઇ મિશન મંગલમ યોજના અને સખી મંડળોની સ્થાપનાથી મહિલાઓ પગભર થઇ રહી છે.