કાળઝાળ ગરમીથી બચવા પ્રાણીઓના અંતરંગી નુસખા
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: સમગ્ર ભારતમાં ગરમીનો પારો તેની સીમા વટાવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા અઠવાડિયાથી ગરમીનો પારો 42 થી 45 ડિગ્રીએ પહોંચ્યો હતો. મનુષ્ય તો ભૌતિક સાધનોનો લાભ લઇને ગરમીથી બચી શકે છે, પરંતુ કુદરતની આ ગરમીથી બચવા પ્રાણીઓ કુદરતના જ સહારા શોધે છે. ત્યારે આજે વિશાલા પાસે પસાર થતી સાબરમતી નદીમાં ભેંસો કાળા પાણીમાં બેસીને ગરમીમાં રાહત મેળવતી જોવા મળી હતી.