અમદાવાદ : આજે 20 નવેમ્બર 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: ચંદ્રનું ભ્રમણ આજે મિથુન રાશિમાં છે જે આપની રાશિથી તૃતીય ભાવમાં છે. નવા પ્રોજેક્ટની શરૂઆત કરવા માટે સવાર સમય અનુકળ છે. સરકારી લાભ થવાની પણ શક્યતા છે. વેપારીઓને વ્યાવસાયિક લાભ થાય અને નોકરિયાતો પર ઉપરી અધિકારીઓ ખુશ રહે. આપના વિચારોમાં ઝડપથી ફેરફાર થાય. પરંતુ બપોર પછી મનમાં દૃઢતા અને વિચારોમાં મન અટવાયેલું રહે. માનસિક થાક વર્તાય. જળ અને અન્ય પ્રવાહીઓથી ચેતવું.
વૃષભ: ચંદ્રનું ભ્રમણ આજે મિથુન રાશિમાં છે જે આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. આજે સ્નેહીજનો અને મિત્રો સાથેની મુલાકાતથી આપને આનંદ થાય. નાણાકીય આયોજનો પાર પાડવામાં થોડો વિલંબ થાય પરંતુ તમારા પ્રયાસો પછી સફળતાની શક્યતા ચોક્કસ છે. અત્યારે તમારે આત્મવિશ્વાસ અને દૃઢ નિર્ધાર સાથે આગળ વધવાનું છે. તમારી વાણીની મીઠાશથી બીજાનો સહકાર ઝડપથી મેળવી શકશો.
મિથુન: ચંદ્રનું ભ્રમણ આજે મિથુન રાશિમાં છે જે આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આપનો આજનો દિવસ નાણાકીય દૃષ્ટિએ જોતા લાભદાયક નીવડશે. ઉત્તમ ભોજન, સુંદર વસ્ત્રો, મિત્રો અને કુટુંબીજનો સાથેના સંગાથ આપના દિવસને આનંદમય બનાવશે. આજે મનમાં નિષેધાત્મક વિચારો પ્રવેશવા ન દેવાની સલાહ આપવામાં આવે છે. નોકરી- ધંધામાં અનુકૂળ વાતાવરણ રહે. સામાન્ય રીતે આપ ઉત્સાહ અને તાજગીનો અનુભવ કરો.
કર્ક: ચંદ્રનું ભ્રમણ આજે મિથુન રાશિમાં છે જે આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આજે આપની નાણાંની આવક ઓછી અને ખર્ચ વધારે થશે. આંખોના દર્દથી હેરાનગતિ થાય. માનસિક ચિંતા રહે. વાણી અને વર્તનમાં સ્પષ્ટતા અને સૌમ્યતા રાખવી. કોઇ સાથે ગેરસમજ થઈ હોય તો અત્યારે શાંતિથી ચર્ચા કરીને તેનો ઉકેલ લાવી શકો છો. બપોર પછીથી આપની સમસ્યાના બદલાવ આવશે. આપને આર્થિક દૃષ્ટિએ લાભ થશે. શારીરિક માનસિક પરિસ્થિતિમાં પણ સુધારો થતો જણાશે. પરિવારનું વાતાવરણ પણ સારું રહેશે. મનમાંથી નકારાતમક લાગણીઓ દૂર કરવાની સલાહ આપવામાં આવે છે.
સિંહ: ચંદ્રનું ભ્રમણ આજે મિથુન રાશિમાં છે જે આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આજે સવારનો સમય ખૂબ સારી રીતે પસાર થશે. કુટુંબ- સમાજ મિત્રવર્તુળ અને નોકરી- વ્યવસાયના ક્ષેત્રે આપને આનંદ અને લાભના સમાચાર મળશે. આવકમાં વધારો થાય અથવા ધનલાભ થવાના સમાચાર મળે પરંતુ બપોર પછી આપની વાણી અને વર્તનના કારણે ગેરસમજ ઉભી થવાન સંભવ છે. અકસ્માતનો યોગ છે. માનસિક ચિંતા રહે. પરિવારજનો તેમજ પુત્ર સાથે મનદુ:ખ થવાની સંભાવના છે. શરીર બગડે.
કન્યા: ચંદ્રનું ભ્રમણ આજે મિથુન રાશિમાં છે જે આપની રાશિથી દશમ ભાવમાં છે. આપનો આજનો દિવસ શુભ અને અનુકૂળભર્યો હશે. પરિવારના સભ્યો સાથે આપને સુમેળભર્યા સંબંધો રહે. મિત્રો સ્વજનો પાસેથી ભેટ ઉપહાર મળે. નોકરી ધંધાના સ્થળે આપના કામને બિરદાવશે. જેથી આપ ખુશ હશો. બપોર પછી આવક વૃદ્ધિનો યોગ છે. આપ કોઇ રમણીય સ્થળની મુલાકાત લેશો. ઉંમરલાયક યુવક- યુવતીઓ જીવનસાથીની શોધમાં સફળ રહેશે. મિત્રો દ્વારા લાભ થાય.
તુલા: ચંદ્રનું ભ્રમણ આજે મિથુન રાશિમાં છે જે આપની રાશિથી નવમ ભાવમાં છે. આજે શરૂઆતના ભાગમાં આપનું મન ચિંતાથી અને વિષાદથી ઘેરાયેલું રહેશે પરંતુ જેમ સમય પસાર થશે તેમ તમારી વૈચારિક સકારાત્મકતા વધશે અને સંજોગો તમારી તરફેણમાં આવતા હોય તેવું લાગશે. શરીરમાંથી થાક અને આળસ દૂર ફેંકીને ઉત્સાહ દાખવશો તો સ્થિતિ વધુને વધુ સારી હોવાનો અહેસાસ થશે. ઉપરી અધિકારીઓ સાથે કામ પુરતી વાત કરવી. સંતાનોને તમારી વાત સરળ રીતે અને તેમને પસંદ હોય તેવી શૈલીમાં સમજાવવી. ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિ આપના માટે લાભકારક રહેશે. આપની બઢતીના યોગે નોકરી વ્યવસાયમાં આપની કામગીરીની પ્રશંસા થશે. સામાજિક ક્ષેત્રે માન- સન્માન પ્રાપ્ત કરશો. દાંપત્યજીવનમાં સુખશાંતિનો અનુભવ થશે. આરોગ્ય સારું રહેશે.
વૃશ્ચિક: ચંદ્રનું ભ્રમણ આજે મિથુન રાશિમાં છે જે આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આજે આપ આધ્યાત્મિકતા અને ઇશ્વરની પ્રાર્થનાથી અનિષ્ટ બાબતોમાંથી રાહત મેળવી શકશો. આજના દિવસે આપ તનમનથી સ્વસ્થ રહેશો પરંતુ ક્યાંક કંઈક ખુટતું હોય તેવું મનમાં લાગ્યા કરે. બોલવા પર કાબૂ રાખવાથી અનેક સમસ્યાઓ અને ખટરાગ ટાળી શકશો. પેટના દર્દોથી પરેશાન હોય તેવા જાતકોએ ભોજનની અતિશયોક્તિ ટાળવી. વ્યવસાયમાં હરીફો સામે અડગ રહેવાની તૈયારી રાખવી. ઉપરી અધિકારીઓ સાથે મહત્વની ચર્ચામાં વિલંબ થઈ શકે છે. નોકરીમાં વધુ મહેનતની અથવા નવી જવાબદારી સંભાળવાની તૈયારી રાખવી.
ધન: ચંદ્રનું ભ્રમણ આજે મિથુન રાશિમાં છે જે આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આજનો સમગ્ર દિવસ સુખ અને દુખની મિશ્રિત લાગણીઓ ધરાવતો હશે. સવારના સમય દરમ્યાન આપ મોજમજા મનોરંજનના ખોવાયેલા રહેશો. પારિવારિક વાતાવરણ પણ ખુશનુમા હશે. તન- મનથી પણ સ્વસ્થ હશો. પરંતુ બપોર પછી આપના મનમાં નકારાત્મક વિચારોની લાગણી ઉદભવતા મન વ્યથિત બને માટે આવી સ્થિતિને ટાળવા અગાઉથી જ મન ખુશ રહે તેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો અને ક્રોધની લાગણી દૂર રાખવી. કુટુંબીજનો તથા સહકાર્યકરો સાથે ખટરાગ ટાળવા માટે સહકારની ભાવના વધારવી. વધારે પડતાં ખર્ચથી બચવાની સલાહ આપવામાં આવે છે.
મકર: ચંદ્રનું ભ્રમણ આજે મિથુન રાશિમાં છે જે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આજે આપને કોઈપણ વ્યક્તિ સાથે વાતચીત દરમ્યાન ગુસ્સા પર કાબુ રાખવાની સલાહ છે. સામાન્ય રીતે પરિવારમાં સુખશાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. નાણાકીય લાભ મળે. માન- સન્માન મળે, બપોર પછીનો સમય આપ દોસ્તો અને સ્વજનો સાથે ખૂબ કાળજીપૂર્વક પસાર કરો. વસ્ત્ર પરિધાન માટેનો અવસર પ્રાપ્ત થાય. વાહનસુખ મળે. પ્રિયપાત્ર સાથેની મુલાકાત આનંદ આપશે. સુરૂચિપૂર્ણ ભોજનની પ્રાપ્તિ થાય. નાટક- સિનેમા અથવા તો કોઇ અન્ય મનોરંજનના સ્થળે આનંદ કરશો.
કુંભ: ચંદ્રનું ભ્રમણ આજે મિથુન રાશિમાં છે જે આપની રાશિથી પંચમ ભાવમાં છે. આજે આપને કલા તરફ વિશેષ અભિરૂચિ રહેશે. સ્ત્રીમિત્રો અને પ્રિયપાત્ર સાથેની મુલાકાત આનંદસભર રહે. ખર્ચનું પ્રમાણ વધારે રહે. સંતાનોના પ્રશ્ન સતાવે પરંતુ બપોર બાદ ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ પ્રવર્તશે. અટકી પડેલા કાર્યો પૂરા થાય. આર્થિક લાભ થાય. શરીર સ્વાસ્થ્ય સુધરશે. નોકરીમાં સહકર્મચારીઓનો સહકાર મળે. વાણી પર સંયમ રાખવો.
મીન: ચંદ્રનું ભ્રમણ આજે મિથુન રાશિમાં છે જે આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આજે આપને વધુ પડતાં લાગણીશીલ ન બનવાની સલાહ છે તથા સ્ત્રીવર્ગથી સાવચેત રહેવાની સલાહ છે. વધારે પડતા વિચારોથી માનસિક થાક અનુભવાય. જમીન- જાયદાદ અંગેની ચર્ચા આજે ન કરવા સલાહ આપવામાં આવે છે. પેટને લગતી અજીર્ણ જેવી બીમારીથી શરીરમાં અસ્વસ્થતા લાગે. વિદ્યાર્થીઓ માટે એકંદરે સારો દિવસ છે. યાત્રા પ્રવાસ માટે સમય અનુકૂળ નથી. કાયદા વિરોધી અથવા ખોટા કાર્યોથી અત્યારે દૂર રહેવું અને આવું કામ કરતા લોકોથી સાચવવું.