ભાવનગરના વોર્ડ નંબર 1 ચિત્રા ફુલસર વોર્ડમાં પ્રજાની વાત અને કોંગ્રેસની રણનીતિ - gujarat elections
🎬 Watch Now: Feature Video
ભાવનગર મહાનગરપાલિકાના ચિત્રા ફુલસર વોર્ડ નંબર 1માં ETV BHARAT દ્વારા પ્રજા સાથે સવાંદ કરવામાં આવ્યો હતો. પ્રજાએ પોતાની સમસ્યા અને પ્રશ્નો મુક્યા હતા તો કોંગ્રેસે પોતાની રણનીતિ કહી ભાજપ પર પ્રહાર કર્યા હતા. જો કે, ભાજપને પણ તેની વાત મુકવા આમંત્રિત કરવામાં આવ્યા હતા પણ મુખ્યમંત્રીના આગમન માટે વ્યસ્ત હોવાનું કહીને સવાંદથી અળગા રહ્યા હતા. ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પૂરું જોર લગાવી રહી છે તો ભાજપે પણ પાછી પાની નથી કરી, ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1માં ETV BHARATએ ખાસ સવાંદનો કાર્યક્રમ યોજ્યો હતો. જો કે ભાજપને આમંત્રણ હોવા છતાં મુખ્યમંત્રીનું આગમન હોવાથી તેમની પાસે પ્રજાના જવાબ આપવાનો સમય નહિ હોવાનું કહીને સવાંદમાં આવવાનું ટાળ્યું હતું. કોંગ્રેસના ઉમેદવારો અને જાહેર જનતા ચિત્રા ફુલસર વોર્ડ નંબર 1માં હાજર રહ્યા હતા.