વડોદરા મહાનગરપાલિકાની શુક્રવારના રોજ મળેલી સામાન્ય સભા મુલત્વી રાખવામાં આવી - પાલિકાની સામાન્ય સભા
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7691428-860-7691428-1592606427370.jpg)
વડોદરાઃ શહેરના મહાત્મા ગાંધી નગર ગૃહ ખાતે શુક્રવારના રોજ પાલિકાની સામાન્ય સભા મળી હતી. મેયર ડો.જીગીષાબેન શેઠની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભા વંદે માતારમ સાથે શરૂ થઈ હતી અને ત્યારબાદ ,ચાઈના બોર્ડર પર શહીદ થયેલા 20 જવાનોના સન્માનમાં સભાસદોએ મૌન પાડીને શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરી સભાને મોકૂફ રાખવામાં આવી હતી. આમ પાલિકાની બન્ને સામાન્ય સભા મોકૂફ રહી હતી. હવેની સામાન્ય સભા 9 જુલાઈને યોજાશે હોવાનું મેયર ડો.જીગીષાબેન શેઠે જણાવ્યું હતું.