વડોદરાઃ વારસિયા સંજયનગરના વિસ્થાપિતો દ્વારા રામધૂન કરી પાલિકા અને બિલ્ડર સામે વિરોધ કર્યો - Vadodara City Congress
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેરમાં વારસિયા સંજયનગરના વિસ્થાપિતો દ્વારા પાલિકા અને બિલ્ડરને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે રામધૂન અને મહાઆરતીનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે હાજરી આપી હતી. આ વિસ્તારના લોકો છેલ્લાં ઘણાં દિવસોથી તેઓની માગ સાથે ધરણાં પર બેઠા છે. પાલિકા તેમજ બિલ્ડર દ્વારા તેઓને છેલ્લાં 6 માસથી ભાડું ચૂકવાયું નથી, તેમજ મકાનનું બાંધકામ પણ આગળ નથી વધી રહ્યું, જેને લઈ પાલિકા અને બિલ્ડર સાથે રોષ વ્યકત કરવામાં આવ્યો હતો અને લોકોએ રામધૂન કરી હતી. કોંગ્રેસના પ્રમુખે વચન આપ્યું હતું કે જ્યાં સુધી રહેવાસીઓને ન્યાય નહી મળે ત્યાં સુધી આંદોલનમાં તેઓ જોડાયા રહેશે. શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ આ આંદોલનમાં સાથ આપ્યો છે.