વડોદરાઃ 37 ગૌવંશ ભરેલું કન્ટેઇનરને ઝડપાયું, ડ્રાઇવર અને ક્લીનર ફરાર - ગૌરક્ષકો
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8001498-644-8001498-1594574030113.jpg)
વડોદરાઃ આણંદ અને વડોદરાના ગૌરક્ષકોએ એક્સપ્રેસ હાઇવે પર ટોલ નાકા નજીક ગૌવંશ ભરેલા બંધ બોડીના કન્ટેઇનરને ઝડપી પાડ્યું હતું. જો કે, કન્ટેઇનરના ડ્રાઇવર અને ક્લીનર બાજુમાં ચાલતી વાનમાં બેસી ફરાર થયા હતા. છાણી પોલીસે કન્ટેઇનરને દરજીપુરા પાંજરાપોળ ખસેડી તપાસ કરતા દોરડાથી બાંધેલા 37 ગાય અને વાછરડા મળી આવ્યા હતા. જેમાંથી 15 ગાય અને 4 વાછરડા મૃત હાલતમાં મળી આવ્યા હતા. છાણી પોલીસે ડ્રાઇવર અને કન્ટેઇનર વિરૂદ્ધ ગુનો નોંધી રૂપિયા 10 લાખની કિંમતનું કન્ટેઇનર જપ્ત કર્યુ હતું.
Last Updated : Jul 13, 2020, 5:11 AM IST