જામનગરમાં Etv Bharat સંગ સત્યસાંઈ સ્કૂલમાં ઉત્તરાયણની ઉજવણી - જામનગરમાં etv ભારત સંગ સત્યસાઈ સ્કૂલમાં પતંગોઉત્સવ
🎬 Watch Now: Feature Video

જામનગરઃ જામનગરની વિવિધ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો માટે ઉતરાયણનો પર્વ મનાવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. સંખ્યાબંધ રંગબેરંગી પતંગોથી આકાશમાં અદ્ભૂત દ્રશ્યો સર્જાયા હતા. વિદ્યાર્થીઓએ તેમના પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પતંગ ઉડાવવાનો અનેરો લહાવો માણ્યો હતો. પ્રતિબંધિત ચાઈનીઝ દોરીથી બાળકો પતંગ ન ચગાવે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. તેમજ દોરાથી પક્ષીઓને કોઈ ઈજા ન પહોંચે તેનાથી બાળકોને અવગત કરવામાં આવ્યાં હતા.