લોકડાઉનમાં ફસાયેલા UPના પોલીસ સબઇન્સ્પેક્ટર અને તેમના પરિવારને વડોદરાથી વતન રવાના કરાયા - vadodara shramik special trains
🎬 Watch Now: Feature Video
વડોદરા: ઉત્તરપ્રદેશ પોલીસના સબ ઇન્સ્પેકટર સુનીલકાંત પાઠક પરિવાર સાથે સોમનાથ અને દ્વારકાના દર્શન કરવા આવ્યા હતા. પરંતુ લોકડાઉનને લીધે 50 દિવસ સુધી અહીં અટવાઈ પડ્યા અને એક સગાના ઘેર રહ્યા હતા. બુધવારે તેઓ સહપરિવાર ઉત્તરપ્રદેશ માટેની શ્રમિક વિશેષ ટ્રેનમાં વતન જવા રવાના થયા હતા. આ તકે તેમણે જણાવ્યું કે સરકારે આ ખાસ ટ્રેન સેવાનો શ્રમિકોની સાથે અન્ય અટવાયેલા પ્રવાસીઓ અને યાત્રાળુઓને લાભ આપ્યો એ ઘણી સારી વાત છે. આ સાથે જ તેમણે સમગ્ર તંત્રનો આભાર પણ માન્યો હતો.