રાજકોટઃ યુનિવર્સિટી પોલીસ મથકમાં યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો - પોલીસ સ્ટેશનમાં આત્મવિલોપનનો પ્રયાસ
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ શહેરના યુનિવર્સિટી પોલીસ મથકમાં મંગળવારે યુવક દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુવકને પોલીસ કર્મી હેરાન કરતા હોય તેમજ જ્ઞાતિ વિરુદ્ધ અપમાનિત કરતો હોવાના કારણે તેને આ પ્રકારનું પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ યુવકનું નામ રવિ છે અને તેને યુવરાજ સિંહ નામનો પોલીસ કર્મી હેરાન કરતો હોવાનો તેણે આક્ષેપ કર્યો છે. યુવક મંગળવારે રાત્રીના સમયે પોલીસમથકમાં પહોંચી પોતાના પર કેરોસીન છાંટવા લાગ્યો હતો, ત્યારે તેની સાથે રહેલા અન્ય યુવાનોએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, રવિ પોતાને આગ લગાડવાનો પ્રયાસ કરે તે પહેલા જ પોલીસે તેની અટકાયત કરી લીધી હતી. હાલ પોલીસે યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.