જામનગરના મેયરનું સાદગીપૂર્ણ જીવન, સાઈકલ ચલાવીને ઘરે ગયા - Mayor of the Corporation
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9878437-thumbnail-3x2-jmrmayor.jpg)
જામનગર: મહાનગરપાલિકાના મેયર હસમુખ જેઠવા આજે પોતાને મળેલી કાર મહાનગરપાલિકામાં જમા કરાવવા આવ્યા હતા અને કાર જમા કર્યા બાદ પોતે સાઈકલ લઈને પોતાના ઘરે ગયા હતા. જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10માંથી ચૂંટાયેલા હસમુખ જેઠવા પોતાની સાદગીભરી જિંદગીને કારણે જાણીતા છે. તેઓ બીજી વખત મહાનગરપાલિકાના મેયર બન્યા છે. જામનગર મહાનગરપાલિકાનો તમામ ચાર્જ આજથી કમિશનરને સોંપવામાં આવ્યો છે.