કોરોના સંક્રમણને પગલે મહુવા માર્કેટિંગ યાર્ડ 16 જુલાઈથી 26 જુલાઈ સુધી બંધ રહેશે - મહુવા માર્કેટિંગ યાર્ડ
🎬 Watch Now: Feature Video

ભાવનગરઃ જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે તંત્ર સતત પ્રયત્ન કરી રહ્યું છે. આ દરમિયાન ભાવનગર જિલ્લાના મહુવા ખેત ઉત્પન્ન બજાર સમિતિ આગામી તા- 16/7/2020થી 26/7/2020 સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ દરમિયાન શાકભાજી સિવાય તમામ પ્રકારની ખેત જણસની ખરીદી-વેચાણ સદંતર બંધ રહેશે. મહુવા માર્કેટિંગ યાર્ડ વહીવટી તંત્રએ ખેડૂતોને આ કટોકટીના સમયમાં સાથ સહકાર આપવા અપીલ કરી હતી.