કોરોના મહામારીમાં ઉપયોગી થવાના હેતુથી અનુભવ વધારે રાખવામાં આવ્યોઃ સરકાર - Corona epidemic
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ કોરોનાકાળ દરમિયાન સરકારી મેડિકલ કોલેજોમાં 11 માસના કરાર પર પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને એસ્સોશિયેટ પ્રોફેસરોની ભરતીમાં ડીપ્લોમેટ ડોક્ટર બોર્ડના ડોક્ટરને બાકાત રખાતા ભરતીની જાહેરાતને પડકારાતા બુધવારે રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં કોરોના મહામારીના સમયમાં ભરતી કરી હોવાથી MCIના નિયમો કરતા વધુ અનુભવ ધરાવતા લોકોને લેવાના હોવાથી DNB ડોકટર્સને બાકાત રાખવામાં આવ્યા છે. હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી કે, મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમો પ્રમાણે DNB પોસ્ટ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ MD, MSની ડિગ્રીને સમાન માનવામાં આવે છે. તો આ ભરતીમાં DNB ડોકટરને તક કેમ ન આપવામાં આવી. DNB ડોકટર્સ કે જેમણે 100થી વધુ બેડવાળી હોસ્પિટલમાં સેવા આપી હોય તેમને ટીચિંગ પોસ્ટ માટે લાયક માનવામાં આવે છે. રાજ્યની વિવિધ મેડિકલ કોલેજમાં 686 પોસ્ટ પર ભરતીની જાહેરાત કરી હતી.હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે આ ભરતી રદ કરવામાં આવે અથવા હાઈકોર્ટ ચુકાદો ન આપે ત્યાં સુધી તેના પર સ્ટે આપવામાં આવે.