રાજકોટમાં દિવ્યાંગોએ અનામત મુદ્દે જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બુધવારે મોટી સંખ્યામાં દિવ્યાંગો એકઠા થઇને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. દિવ્યાંગોએ રજૂઆત કરી હતી કે, છેલ્લા કેટલાંક સમયથી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલી સરકારી નોકરીની ભરતીમાં દિવ્યાંગો માટે 4 ટકા અનામત બેઠક રાખવાની જોગવાઈ છે, છતાં પણ આ નિયમ મુજબ ભરતી કરવામાં આવતી નથી. જેને લઈને હાલની પરિસ્થિતિમાં દિવ્યાંગોની હાલત વધુ કફોળી બની છે. કલેક્ટર કચેરી ખાતે અંદાજીત 50થી વધુ દિવ્યાંગો રજૂઆત માટે આવ્યાં હતા અને તેઓએ સરકારી નોકરીઓમાં 4 ટકા અનામત નિયમ મુજબ આપવામાં આવે તેવી માંગ કરી હતી.