સુરત પોલીસે ઓટી રીક્ષામાં પ્રવાસીઓના પર્સ અને મોબાઈલની ચોરી કરતી ગેંગને દબોચી લીધી
🎬 Watch Now: Feature Video
સુરત: શહેરમાં ઓટો રીક્ષામાં પ્રવાસીને બેસાડી મોબાઈલ અને રોકડ ચોરી કરતી ગેંગને ડીસીબી પોલીસે ઝડપી પાડી છે. પોલીસે આ ઘટનામાં 4 ઇસમોની ધરપકડ કરી છે અને કુલ 1.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ વરાછા અને અડાજણ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે. બાતમીના આધારે પોલીસે સીમાડા ગામના અંબાજી માતાના મંદિર પાસેથી ઇમરાનખાન ઉર્ફે બટકો, નાસીરખાન પઠાણ, જાવેદ ઉર્ફે જાડો શબ્બીર શેખ, ઇમરાનખાન ઉર્ફે ટાંગ હમીદખાન પઠાણ, અઝહર ઉર્ફે બાવાગની શેખને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ઓટો રીક્ષા, એક મોપેડ 10 હજાર રોકડા મળી કુલ 1.63 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ચારેયની પુછપરછ કરતા પાલનપુર જકાતનાકા, વરાછાના ઘનશ્યામનગર અને લાભેશ્વર ત્રણ રસ્તા પાસેથી રીક્ષામાં ચીરી કરી હોવાની કબૂલાત કરી હતી. જો કે ચાર પૈકી ઇમરાન ખાન અમદાવાદમાં પણ ગુના કર્યાની કબૂલાત કરી છે. જયારે અઝહર બાવા, જાવીદ ઉર્ફે જાડા અને ઇમરાન પણ રીઢા ગુનેગાર છે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે