સરકાર દ્વારા માસ્કના દંડમાં વધારો કરાતા સુરત આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો - Increasing Penalty Rate Of Mask
🎬 Watch Now: Feature Video
સુરત: રાજ્ય સરકારે માસ્કના દંડમાં વધારો કરતા સુરત આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો છે. આપ પાર્ટીએ દંડ સામે દિલ્હી મોડેલ ગુજરાતમાં લાગુ કરવાની માંગ કરી છે. આ સાથે પ્રજાને દંડના નામે સરકાર ધમકાવવાનું બંધ કરે અને પ્રજાનો ભરોસો તેમજ વિશ્વાસ કેળવે તેવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. પાર્ટીના પ્રભારી રામ ધડુકે જણાવ્યું હતું કે, માસ્ક ન પહેરવા બદલ પહેલા દંડની રકમ 200 હતી, ત્યારબાદ 500 કર્યા અને હવે 1000 રૂપિયા કરવામાં આવ્યા છે. માસ્કના દંડમાં વધારો કરવાથી કોરોનાનું સંક્રમણ અટકી નહીં જાય. રાજ્ય સરકારે કોરોનાના સંક્રમણને અટકાવવા દિલ્હી મોડેલ ગુજરાતમાં લાગુ કરવું જોઈએ. વધુથી વધુ ટેસ્ટ કરવામાં આવે તો સંક્રમણને અટકાવવામાં સફળતા મળી શકે, પરંતુ આ રીતે લોકોને સરકાર ડરાવવાનું બંધ કરે. રાજ્ય સરકારે પ્રજાનો ભરોસો અને વિશ્વાસ કેળવવો જોઈએ નહી કે પછી દંડના નામે લોકોને આ રીતે ધમકાવવા જોઈએ.