વડોદરાઃ વ્રજલીલા સોસાયટીમાં 58 વર્ષથી ગટરની સમસ્યા, તંત્રએ કહ્યું-તકલીફ તો રહેવાની
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેરમાં મુશળધાર વરસાદે તંત્રને દોડતું કર્યું છે. બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વિશ્વામિત્રીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વાઘોડિયા રોડના 4 રસ્તા પાસે આવેલી વ્રજલીલા સોસાયટીમાં છેલ્લા 5 વર્ષોથી વરસાદી પાણી ભરાઈ જાય છે. જે કારણે આ ગંદકીમાં જીવન ગુજારવું મુશ્કેલ બનતા સોસાયટીના રહીશોએ ગંદા પાણીમાં ઉતરી પાલિકા વિરુદ્ધ ઉગ્ર સુત્રોચ્ચારો કરી વિરોધ નોંધાવ્યો હતો અને વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માગ કરી હતી.