સી-પ્લેનનું અમદાવાદમાં આગમન, 31 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન - Kevadia Colony
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : બે વિદેશી પાયલટ સાથે સાબરમતી નદીમાં સી-પ્લેનનું આગમન થઇ ગયું છે. આ સી-પ્લેન દરરોજ અમદાવાદથી કેવડિયા 8 ટ્રીપ લગાવશે જેમાં તે 220 કિમીની યાત્રા માત્ર 45 મિનીટમાં પૂર્ણ કરશે. 6 માસ સુધી વિદેશી પાયલટ સી-પ્લેનના પાયલટને તાલીમ આપશે. આ સી-પ્લેનની ક્ષમતા પ્રમાણે 19 લોકોની છે. જો કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને હાલ 14 લોકોને જ બેસાડવામાં આવશે, જેમાંથી 5 ક્રુ મેમ્બર્સ હશે. એક વ્યક્તિની ટિકિટ 4,800 રૂપિયા રાખવામાં આવી છે. 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી સી પ્લેનનું ઉદ્ઘાટન કરશે.