વડોદરામાં રોડની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકએ અર્ધનગ્ન થઈ કર્યો વિરોધ - ત્રાહિમામ
🎬 Watch Now: Feature Video

વડોદરાઃ શહેરના સરદાર એસ્ટેટ પાછળ આવેલી સરસ્વતી વિદ્યાલય પાસેના રોડની સમસ્યાને લઈને સ્થાનિકો સાથે સાથે શાળા પ્રસાશન પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે. રવિવારે સ્થાનિકોએ અર્ધનગ્ન બની અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો. તેમજ સ્થાનિકોએ ઉગ્ર સુત્રોચ્ચાર સાથે તંત્ર સમક્ષ રોડ બનાવવા માટે માગ કરવામાં આવી હતી. આ રોડની સમસ્યા માટે સ્થાનિકો દ્વારા લાગતા વળગતા સત્તાધીશોને અસંખ્યવાર રજૂઆતો કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા આ રોડ ક્યારે બનાવશે એ તો આવનારો સમય જ બતાવશે.