જામનગરમાં જુદા-જુદા મંદિરોમાં મહાઆરતી યોજાઈ, ભક્તો બન્યા રામમય
🎬 Watch Now: Feature Video
જામનગરઃ જિલ્લાના ઐતિહાસિક મંદિરોમાં મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા શહેરના જુદા-જુદા મંડળો દ્વારા રામમંદિરના ભૂમિપુજનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જામનગર શહેરના શ્રીબાલા હનુમાન મંદિર ખાતે અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના મંદિર નિર્માણ મુદ્દે રથયાત્રા જોડાયેલા છે. જામનગરના કારસેવકોનું સન્માન બાદ ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી અયોધ્યામાં રામ મંદિર નિર્માણના ભૂમિ પુજનના ઐતિહાસિક ઘડીને ભગવાન શ્રીરામના ભક્તોમાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી. પંચેશ્વર ટાવર પાસે આવેલા રામમંદિરમાં મહાઆરતી કરવામાં આવી હતી. જ્યાં VHP, બજરંગદળ અને ભાજપ દ્વારા મહાઆરતી કરવામા આવી હતી. આ તકે જામનગરના મેયર, ભાજપ અગ્રણીઓ તેમજ VHP અને બજરંગદળના હોદેદારો અને લોહાણા અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. શ્રીરામ જય રામ જય જય રામનો નાદ ઠેર-ઠેર ગુંજી ઉઠ્યો હતો. અયોધ્યાની ઐતિહાસિક ઘડીને વધાવવા રામભકતોમાં થનગનાટ જોવા મળ્યો હતો. શહેરના પંચેશ્વર ટાવર ખાતે ભગવો લહેરાવવામાં આવ્યો હતો.