રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજની તબિયત સ્થિર, રાજકોટથી ચેન્નઈ એરલિફ્ટ કરાયા
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જે દરમિયાન તેમની તબિયત લથડતા અમદાવાદ અને સુરતના નિષ્ણાત ડૉક્ટર દ્વારા તેમને સિવિલ હૉસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી હતી, પરંતુ હજુ સુધી તેમની તબિયત સ્ટેબલ જણાતા શુક્રવારે ચેન્નઈ ખાતે તેમને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. અભય ભારદ્વાજને લઈને તેમના ભાઈ નીતિન ભારદ્વાજે જણાવ્યું કે, તેમની તબિયત હાલ સારી છે અને સ્થિર છે, પરંતુ ઈકમો ટ્રીટમેન્ટ બાદ ફેફસા વધુ મજબૂત રીતે કામ કરી શકે તે માટે તેમને ચેન્નઈની MGM હોસ્પિટલ ખાતે એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યાં નિષ્ણાંત ડૉક્ટર દ્વારા ભારદ્વાજની સારવાર કરવામાં આવશે. હાલ અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.