ધોરાજી-ઉપલેટા રોડ પર આવેલા પુલ પરથી કાર ખાબકી, કાર ચાલક ઇજાગ્રસ્ત - car overturned on a bridge
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ જિલ્લાના ધોરાજી-ઉપલેટા રોડ પર આવેલા પુલની રેલિંગ તોડીને એક કાર નીચે ખાબકી હતી. આ અકસ્માતમાં પોરબંદરના યુવાન જય ભટ્ટને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત જયને 108 મારફતે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જેતપુરના ASP સાગર બાગમાર અને ધોરાજીના PI અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.