રાજકોટના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદને લઈ ચેકડેમ ઓવરફ્લો, અનેક રસ્તાઓ બંધ - Movia village
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદને પગલે ચેકડેમ ઓવરફ્લો થયા હતા તેમજ અનેક ગામમાં જવાના માર્ગો પણ બંધ થયા હતા. જેતપુર, ધોરાજી, વીરપુર, ગોંડલ તાલુકાના ચરખડી અને મોવિયામાં બુધવારે બપોર બાદ ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે ગોંડલ તાલુકાના મોવિયા ગામે વરસાદને લઈ ચેકડેમ ઓવરફ્લો થયા હતા, તેમજ મોવિયા ગામની ત્રણ તલાવડી નદીમાં વરસાદને લઈ ભારે પૂર આવ્યું હતું. મોવિયાથી ઘોઘાવદર જતા માર્ગ પરની નદીમાં પૂર આવતાં માર્ગ બંધ થયો હતો. જ્યારે ગોંડલથી વોરકોટડા જવાના મુખ્ય માર્ગ પર પાણીનો પ્રવાહ વધી જતાં માર્ગ બંધ થતા અનેક લોકો ફસાયા હતા.