રાહુલ ગાંધીએ માણી ગુજરાતી ભોજનની લિજ્જત - રાહુલ ગાંધી
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: રાહુલ ગાંધી શુક્રવારે અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર થયા હતા. ADC બેંક તરફથી કરેલા કેસમાં કોર્ટે તેમને હાજર થવા માટે સૂચના આપી હતી. શહેરનાં લાલદરવાજા વિસ્તારમાં આવેલી હોટલ અગાશી પર જઇને ગુજરાતી ભોજનની મેજબાની માણી હતી. તેમની સાથે પરેશ ધાનાણી, અર્જૂન મોઢવાડિયા, રાજીવ સાતવ, શક્તિસિંહ ગોહિલ, હાર્દિક પટેલ સહિતના કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યાં હતાં. તેમને થેપલા, ગોટા, મસાલા ખીચડીની લિજ્જત માણી હતી. આ બાદ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ લકી ટી સ્ટોલ ખાતે ચાની પીધી હતી.