ETV Bharat / state

સુરેન્દ્રનગરના પદ્મશ્રી મુક્તાબેન ડગલીને દિલ્હીથી આમંત્રણ, પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં અતિથિ વિશેષ - REPUBLIC DAY 2025

સુરેન્દ્રનગર પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજના સંચાલક મુક્તાબેન ડગલીને 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વના ઉજવણી સમારોહમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ આપવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગરના પદ્મશ્રી મુક્તાબેન ડગલીને દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વનું આમંત્રણ
સુરેન્દ્રનગરના પદ્મશ્રી મુક્તાબેન ડગલીને દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વનું આમંત્રણ (etv bharat gujrat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 25, 2025, 9:19 AM IST

સુરેન્દ્રનગર: આગામી 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની દિલ્હી ખાતે ઉજવણી થવાની છે. ત્યારે આ ખાસ દિવસે ઘણા મહાનુભાવોને ધ્વજ વંદનમાં સહભાગી થવાનું નિમંત્રણ મળેલું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પદ્મશ્રી મુક્તાબેન ડગલીને પણ આ ખાસ પર્વના ઉજવણી સમારોહમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ આપવામાં આવ્યું છે.

કોણ છે પદ્મશ્રી મુક્તાબેન ડગલી?: સુરેન્દ્રનગર જિલ્લામાં પદ્મશ્રી મુક્તાબેન ડગલી દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે ઘણા સેવાકીય કાર્યો કર્યા છે. પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનો આર્થિક રીતે આગળ આવે અને સમાજની અંદર લોકો સાથે રહી શકે તે માટે મુક્તાબેને ઘણા સેવાકીય કાર્યો કર્યા છે. જેને ધ્યાને લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમને પદ્મશ્રીનો અવોર્ડ પણ એનાયત કર્યો હતો.

સુરેન્દ્રનગરના પદ્મશ્રી મુક્તાબેન ડગલીને દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વનું આમંત્રણ (etv bharat gujrat)

PMએ મન કી બાતમાં સંસ્થાનો ઉલ્લેખ કર્યો: વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં પણ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ દ્વારા ચલાવવામાં આવતી સેવાકીય પ્રવૃતિઓનો ઉલ્લેખ પણ કર્યો હતો. ત્યારે હાલ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં નિમંત્રણ મળતા પદ્મશ્રી મુક્તાબેન ડગલીએ વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો:

  1. ઓલપાડ તાલુકાના આ 2 મહિલા સરપંચ જશે દિલ્હી, પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું મળ્યું આમંત્રણ
  2. સુરેન્દ્રનગરની રાસ મંડળીની પસંદગી દિલ્હી 26 જાન્યુઆરીની પરેડમાં: ઝાલાવાડની સંસ્કૃતિની ઝાંખી કરાવશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.