રાજકોટમાં PPE કીટના ઉપયોગ બાદ રસ્તા પર ફેંકી દેવાઈ - પીપીઇ કીટના સમાચાર
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ કોરોના દર્દીની સારવાર માટે ઉપયોગમાં લેવાતી PPE કીટ જાહેર રસ્તા ઉપરથી મળી આવી હતી. શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન નજીકથી કોરોનાની સારવાર દરમિયાન ઉપયોગમાં લેવાયેલી PPE કીટનો જથ્થો હૉસ્પિટલ તંત્ર દ્વારા જાહેરમાં ફેંકવામાં આવ્યો છે. આ કીટ મારફતે પણ કોરોના ફેલાઇ શકે છે. તેની જાણ તંત્રને હોવા છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રાજકોટમાં એક તરફ કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો છે, ત્યારે આ પ્રકારની ઘટના સામે આવતા સ્થાનિકોમા પણ તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.