વડોદરામાં રસ્તા રોકો આંદોલન કરતા રહીશો પર પોલીસની કાર્યવાહી - Today News Vadodara
🎬 Watch Now: Feature Video

વડોદરાઃ વારસિયા સંજયનગરના વિસ્થાપીતોએ ધરણાં કર્યાના ચોથા દિવસે રસ્તા રોકો આંદોલન છેડયું હતું. જેને લઈ પોલીસ દ્વારા ટીંગાટોળી કરી વિરોધ પ્રદર્શન કરી રહેલા 50થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. વારસીયા રીંગરોડ પર સંજયનગર ખાતે સરકારી યોજનામાં લાભાર્થીઓને છેલ્લા ઘણા સમયથી ભાડા ન મળતા ગત સપ્તાહથી તેઓ દેખાવો કરી રહ્યા છે. આ મુદ્દે સોમવારે રહીશોના ધરણાં દરમિયાન પોલીસ સાથે ચકમક ઝરી હતી. જે બાદ પોલીસે રહીશોની અટકાયત શરૂ કરતા ભારે હોબાળો મચી ગયો હતો. વારસીયા રીંગરોડ પર પીપીપી મોડેલના આધારે આવાસ યોજનાનું કામ સરકારી જમીન પર ચાલી રહ્યું છે. અહીંના રહેવાસીઓને છેલ્લા ઘણા સમયથી ભાડા આપવાના બંધ કરાયા છે. જે મુદ્દે લોકો ધરણાં ઉપર બેસી ગયા હતા. સોમવારે પણ અહીં લોકો ધરણાં પર બેઠા હતા. આ દરમિયાન તેઓ દ્વારા અચાનક રસ્તા રોકો આંદોલન શરૂ કરાયું હતું. જેથી હાજર પોલીસે આંદોલનકારીઓને રોકી તેઓની અટકાયત શરુ કરી હતી. કેટલાક દેખાવકારો પોલીસના વાન ઉપર ચઢી ગયા હતા. મામલો ભારે પેચીદો બનતા વધુ પોલીસ કાફલો તૈનાત કરાયો હતો.