વડોદરા: શાળાઓની ફી મુદ્દે વાલીઓએ દિવાળીપુરા કોર્ટથી સાયકલ રેલી યોજી વિરોધ નોંધાવ્યો
🎬 Watch Now: Feature Video
વડોદરા: રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં શાળાઓની ફીમાં 25 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, સરકારના આ નિર્ણય અંગે પણ વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વાલીઓમાં સરકારના આ નિર્ણયને લઈને વધી રહેલા આક્રોશને પગલે આજે દિવાળીપુરા કોર્ટથી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં જોડાયેલા વાલીઓ દ્વારા 2017થી જે શાળાઓએ એફ.આર.સી દ્વારા સૂચિત ફીથી વધુ ફી લીધી છે, તે પરત આપવામાં આવે અથવા તો સરભર કરી આપવામાં આવે, ફી અંગે કોઈ નિર્ણય લેતા પહેલા રાજ્યના તમામ વાલી મંડળોના અભિપ્રાય લેવામાં આવે, શિક્ષકોનું શોષણ બંધ કરી તેમને મળવાપાત્ર તમામ સરકારી લાભો આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. દિવાળીપુરા કોર્ટથી શરુ થયેલી આ સાયકલ રેલી ચકલી સર્કલ થઈને વીર સાવરકર સર્કલ , નટુભાઈ સર્કલ થઈને પરત હેવમોર સર્કલ ખાતે પહોંચી હતી. જ્યા વાલીઓએ વિવિધ પ્લે કાર્ડ સાથે વિરોધ પણ નોંધાવ્યો હતો.